કોડીની કોડી
એકલા કેસરી પતંગોના
વેપારીઓના આ જમાનામાં
ચાંદેદાર, પટ્ટેદાર, આંખેદાર,
ને રંગેરંગના ઘેંસીયા, ફુદડીયા, ને પાવલાથી
ભૂરું આકાશ શોભતું' તું
કોણ માનશે?
કાપો કાપોના આ જમાનામાં
નાના આરીફોને પડતા મૂકીને
નાના અંશુમાનો, વિહાનો, ને ઇશાનો
માટે કાગળ, સળી ને લઇમાં
આખું વરસ ડૂબેલી રહેતી શકીનાઓ
કે બબ્બે મહિના સુધી સવારથી મોડી રાત સુધી
એ જ નાના આરીફો ને એમના અબ્બુઓ
દોરી ઉપર માંજો ઘસે ત્યારે
ધાબેધાબેથી
સાવ જ બિનસાંપ્રદાયીક કાઈપો છે..........
ની બૂમો પડતી'તી
કોણ માનશે?
No comments:
Post a Comment