સવાલ: તમે સિગારેટ પીઓ છો?
જવાબ: ના.
સવાલ: તમે પોર્નોગ્રાફીક ફિલ્મો જુઓ છો?
જવાબ: ના.
જુઠ્ઠાણાંઓના
પાયા પર ઉભેલો
સમાજ
જે એકબીજાને
અને જાહેરમાં
કહેવામાં
સંકોચાય છે
એ બધું
કરવામાં એમને
એમની જાતની
પણ શરમ
નડતી નથી.
નડતી નથી.
પણ
તમે સર્વેક્ષણો
ને તારણો
પરથી
ઊંચા
આવો તો ને!
*
સવાલ: તમને ટીબી થયો છે?
જવાબ: ના.
સવાલ: તમે સમલૈંગિક સંબંધમાં રસ ધરાવો છો?
જવાબ: ના.
નાતબહાર
મુકવાના રિવાજ
પર ટકેલો
સમાજ
જેને ખુલીને સ્વીકારી પણ ન શકે
એનું પ્રમાણ
તો એ જાણી રહ્યો.
પણ
તમે સર્વેક્ષણો
ને તારણો
પરથી
ઊંચા
આવો તો ને!
**
સવાલ: તમે આ વરસે મોદીને મત આપ્યો?
જવાબ: ના.
સવાલ: તમારી પાડોશમાં કોઈ મુસ્લિમ હોય તો તમને કોઈ વાંધો ખરો?
જવાબ: ના (એમાં શું વળી?).
સુધારાના દંભ
પર ટકેલો
સમાજ
જેને
મત નથી આપતો
એ ચૂંટાય છે
કેવી રીતે એમાં EVMનો
વાંક કાઢવા મથતા
માણસો,
તમે સર્વેક્ષણો ને તારણો
પરથી ક્યારે ઊંચા આવશો?
No comments:
Post a Comment