માણસજાત
આ દુનિયા પર એમ જ
રાજ નથી કરતી!
એક આખી ફોજ
ઉભી કરી છે એણે
બહુ મોટા અને
શક્તિશાળી સમાજની રચના માટે.
ના, ના, ફક્ત સૈનિકોની વાત
નથી આ -
વૈજ્ઞાનિકો,
હિસાબનીશો,
ન્યાયાધીશો,
વહીવટદારો...
...ને એવા તો ઘણા ઘણા
વ્યવસાયીઓની
ઇરાદાપૂર્વક
અને બહુ
સિફતથી
બુઠ્ઠી
કરેલી
સંવેદનાઓનાં
પાયા પર જ
ઉભો છે આ
કહેવાતા
સંવેદનશીલ
નાગરિકોનો
સમાજ!
આ દુનિયા પર એમ જ
રાજ નથી કરતી!
એક આખી ફોજ
ઉભી કરી છે એણે
બહુ મોટા અને
શક્તિશાળી સમાજની રચના માટે.
ના, ના, ફક્ત સૈનિકોની વાત
નથી આ -
વૈજ્ઞાનિકો,
હિસાબનીશો,
ન્યાયાધીશો,
વહીવટદારો...
...ને એવા તો ઘણા ઘણા
વ્યવસાયીઓની
ઇરાદાપૂર્વક
અને બહુ
સિફતથી
બુઠ્ઠી
કરેલી
સંવેદનાઓનાં
પાયા પર જ
ઉભો છે આ
કહેવાતા
સંવેદનશીલ
નાગરિકોનો
સમાજ!
This comment has been removed by the author.
ReplyDeleteકાવ્ય ગમ્યું. લાઘવથી વેઘક વાત મૂકાઈ છે.
ReplyDeleteનીચેના બે શબ્દો વિશે સંદેહ છે. જરા જોઈ જવા વિનંતિ.
શક્તિમાન - શક્તિશાળી?
સિફતતાથી - સિફતથી?
પંચમ શુક્લ
સાચું, આભાર પંચમભાઈ. બંને સુધારા કર્યા છે.
Delete