'લગ્નસંસ્થા'
કયો સમાસ છે એવું જો પરીક્ષામાં પુછાય તો
હે ભારતવર્ષની ઉંમરલાયક યુવતીઓ,
ગોખીને રાખજો:
"યજ્ઞ-સમાસ!"
ને એ જ
સર્વજનપ્રમાણિત
સમાસનુ
બીજુ ઉદાહરણ આપો
એવું પૂછ્યું હોય
તો એમના જ પુસ્તકનું
અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલું
પેલું ધોબીપછાડ ઉદાહરણ ટાંકીને કહેજો:
"સિયાવરરામચંદ્ર" (ની જય)!
***
આમ તો
નહિ પૂછે પણ કદાચ
'પ્રેમલગ્ન'
કયો સમાસ છે
એવું જો પુછાય તો
હે ભારતવર્ષના ઉંમરલાયક યુવકો,
એમને ગમતો
ઉત્તર વાળજો:
"ભગ્ન-સમાસ"!
આમ તો
'મગ્ન-સમાસ' છે,
પણ રખે લખતા!
પાઠ્યપુસ્તકોત્તર
જવાબ પર
લાલમલાલ ચોકડી જ
લાગશે!
ને એ જ
કપોળકલ્પિત
સમાસનુ
બીજુ ઉદાહરણ આપો
એવું પૂછ્યું હોય
તો એમના જ મંદિરોમાં
સજોડે પૂજાતું રહેલું
પેલું રાસલીલાસભર ઉદાહરણ ટાંકીને કહેજો:
"રાધાકૃષ્ણ
રાધાકૃષ્ણ
રાધાકૃષ્ણ"!
***
એ પછીય જો
અજ્ઞસમાજનો
એ મુલ્યરક્ષક
શિક્ષક
તમને
સંપૂર્ણ
ગુણથી
ઉત્તીર્ણ
ન કરે
તો જ તમને
નીચે આપેલા વિકલ્પોમાંથી
કોઈ પણ એક પસંદ કરવાની છૂટ છે:
અ. પ્રેમલગ્ન: પ્રેમ(થી) લગ્ન - તત્પુરુષ સમાસ
બ. પ્રેમલગ્ન: પ્રેમ (અને) લગ્ન - દ્વંદ્વ સમાસ
ક. પ્રેમલગ્ન: પ્રેમ (કે) લગ્ન - દ્વંદ્વ સમાસ
ડ. પ્રેમલગ્ન: પ્રેમ(થયો છે એ જ પાત્ર સાથે) લગ્ન - મધ્યમપદલોપી સમાસ.
કયો સમાસ છે એવું જો પરીક્ષામાં પુછાય તો
હે ભારતવર્ષની ઉંમરલાયક યુવતીઓ,
ગોખીને રાખજો:
"યજ્ઞ-સમાસ!"
ને એ જ
સર્વજનપ્રમાણિત
સમાસનુ
બીજુ ઉદાહરણ આપો
એવું પૂછ્યું હોય
તો એમના જ પુસ્તકનું
અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલું
પેલું ધોબીપછાડ ઉદાહરણ ટાંકીને કહેજો:
"સિયાવરરામચંદ્ર" (ની જય)!
***
આમ તો
નહિ પૂછે પણ કદાચ
'પ્રેમલગ્ન'
કયો સમાસ છે
એવું જો પુછાય તો
હે ભારતવર્ષના ઉંમરલાયક યુવકો,
એમને ગમતો
ઉત્તર વાળજો:
"ભગ્ન-સમાસ"!
આમ તો
'મગ્ન-સમાસ' છે,
પણ રખે લખતા!
પાઠ્યપુસ્તકોત્તર
જવાબ પર
લાલમલાલ ચોકડી જ
લાગશે!
ને એ જ
કપોળકલ્પિત
સમાસનુ
બીજુ ઉદાહરણ આપો
એવું પૂછ્યું હોય
તો એમના જ મંદિરોમાં
સજોડે પૂજાતું રહેલું
પેલું રાસલીલાસભર ઉદાહરણ ટાંકીને કહેજો:
"રાધાકૃષ્ણ
રાધાકૃષ્ણ
રાધાકૃષ્ણ"!
***
એ પછીય જો
અજ્ઞસમાજનો
એ મુલ્યરક્ષક
શિક્ષક
તમને
સંપૂર્ણ
ગુણથી
ઉત્તીર્ણ
ન કરે
તો જ તમને
નીચે આપેલા વિકલ્પોમાંથી
કોઈ પણ એક પસંદ કરવાની છૂટ છે:
અ. પ્રેમલગ્ન: પ્રેમ(થી) લગ્ન - તત્પુરુષ સમાસ
બ. પ્રેમલગ્ન: પ્રેમ (અને) લગ્ન - દ્વંદ્વ સમાસ
ક. પ્રેમલગ્ન: પ્રેમ (કે) લગ્ન - દ્વંદ્વ સમાસ
ડ. પ્રેમલગ્ન: પ્રેમ(થયો છે એ જ પાત્ર સાથે) લગ્ન - મધ્યમપદલોપી સમાસ.
No comments:
Post a Comment