Saturday, May 19, 2012

તાત્કાલિક જોઈએ છે: એક દોષીત

હિચકારું આ  કૃત્ય
એ  કરી જ  કેવી રીતે શકે?
સગી દીકરીને
બાપ થઈને
એ  જ્યાંત્યાં
અડે ને
પાછો એવું કહે કે 
"તને પેદા કરવા પુરતો 
બાંધ્યો'તો તારી માં સાથે સંબંધ.
હવે તો તું સાસરે ન  જાય ત્યાં સુધી
તું છે જ  ને મારે માટે. 
ને પછી  ઈશ્વર કરે ને
તને પણ એક બેટી આવે 
ને એ  રમવા આવે રોજ એના દાદાને ઘર.
નવી ઘોડી ને નવો દાવ"  

જાનવર સાલો!
લોહી ઉકળી ગયું મારું તો
દીકરીને તો મૂકી નહિ
ને હજી જે જન્મીય  નથી
એના ખ્વાબ  જોવા બેઠો છે!
ખુલ્લી તલવાર લઇ ને દોડ્યો હું તો
એક  ઝાટકે ઉડાવી દીધું
એ  પાપિયાનું
મસ્તક!
કેટલાય હર્ષનાદો ઉછળ્યા
મારી સામે એ  લોહીના ફુવારાની સાથે સાથે. 
***
પણ  પાછળ ફરીને
આ  શું જોઉં છું?
હજારો લોકો 
દોડ્યા આવે છે
પોત પોતાની
ખુલ્લી તલવાર  લઈને જ તો.
"ખૂની ખૂની" 
ના પોકારો સાથે.
એ  વાતથી બિલકુલ  અજાણ કે 
એમનીય  પાછળ 
દોડ્યા આવે છે 
બીજા લાખો લોકો! 
એ લોકોની તલવારો હજી મ્યાનમાં છે -
જો કે નીકળવા એટલી જ  આતુર
જેટલી અમારી હતી! 

નોંધ : સત્યમેવ  જયતે પછી મોટાભાગ ના લોકો એક  વિલનની શોધમાં હોય છે  કે જેના પર  દોષ નો ટોપલો ઢોળી શકાય. જેને આકરી માં આકરી સજા દેવા પણ તત્પર રહે છે એવા લોકો. વાતના મૂળ સુધી જાય એ બીજા. એ સર્વોને આ કાવ્ય અર્પણ. એવું જ વલણ રહ્યું તો સત્યમેવ જયતેની કોઈ ખાસ અસર થશે નહિ એ પણ નક્કી. તમને આમાં બળાત્કારીના બચાવનો આશય દેખાયતો મારી વાત સમજાવવાની રીતમાં એટલી ખોટ.

No comments:

Post a Comment