Monday, July 22, 2019

ઝૂંપડપટ્ટી, બિલ્ડર, અને સરકાર


ખાનગી જમીનોમાંથી ઝૂંપડપટ્ટી હટાવશે ગુજરાત સરકાર

 ઝૂંપડપટ્ટી પુનર્વસનમાં રાજ્ય અગ્રેસર છેઃ સીએમ

 શહેરોમાં ખાનગી જમીનો પરની ઝૂંપડપટ્ટી હટાવીને રિ-ડેવલપમેન્ટની સ્કીમ મુકાશે

 બિલ્ડરોના લાભાર્થે ઝૂંપડપટ્ટી- ચાલીઓને રીડેવલપ કરાશે

ઝૂંપડપટ્ટી દૂર કરી સરકાર એક કાંકરે બે પક્ષી મારશે,ચાલીઓને રીડેવલપ કરીને બિલ્ડરોને કરાવશે ફાયદો તો ઝુપડપટ્ટીના ગરીબોને મળશે આવાસ

***
(મને લાગ્યું કે તમે
મૂંઝાતા હશો
ઝૂંપડપટ્ટી
બિલ્ડર
અને
સરકારને
વળી શું
સંબંધ?
એટલા
પૂરતા
મથાળા
મેં હરોળબંધ 
ગોઠવી
આપ્યા
તમને
બાકી
કાવ્યનો
એક પણ શબ્દ
મારો નથી કે નથી
એમાં રહેલી ભાષા અને જોડણીની ભૂલો મારી
મેં તો કરી છે સીધેસીધી ઉઠાંતરી
આજકાલના છાપાઓના
કદી ના વંચાતા
વચલા પાનાઓમાંથી.)

No comments:

Post a Comment