તમે
સાંજે ઘરે આવો છો
તાળું ખોલીને અંદર પેસતા જ
તમારી સાથે પેસી જાય છે
તાજી હવાનું એક મોજું.
તમે મોજા ઉતારીને
સોફા પર બેસો છો
પણ પાછા ઉભા થઇ જાઓ છો.
રસોડામાં જઈને
એક ગ્લાસ પાણી પીઓ છો
ને ખીચડીનું કુકર ચડાવો છો
ત્રણ સીટી વાગે ત્યાં સુધીમાં
તમે કપડાં પણ બદલી લો છો.
પછી તમે મને પૂછો છો:
પણ આ બધી મને કેમ ખબર?
કેમ કે જ્યારે તમે આ બધું કરતા હો છો
ત્યારે હું અદ્રશ્યપણે તમને જોયા કરતો હોઉં છું
અને તમારી પાછળ પાછળ ભમતો હોઉં છું
તમે મારા આ જવાબથી ખુશ થયા છો
એ પણ હું જોઈ શકું છું.
જો કે સાચું કહું તો
તમારે ખુશ
થવા જેવું એમાં
કાંઈ જ નથી!
જો કે સાચું કહું તો
તમારે ખુશ
થવા જેવું એમાં
કાંઈ જ નથી!
***
કારણકે
આ વાર્તાનું
કેન્દ્ર ભલે તમે છો પણ
કથક તો હું જ છું
એ તમારે ભૂલવું ન જોઈએ!
બીજા શબ્દોમાં કહું તો,
હું છું તો તમે છો,
મારી વાર્તાના પ્રિય
અને એકમાત્ર પાત્ર!
એ તમારે ભૂલવું ન જોઈએ!
બીજા શબ્દોમાં કહું તો,
હું છું તો તમે છો,
મારી વાર્તાના પ્રિય
અને એકમાત્ર પાત્ર!
છેલ્લો બંધ ખૂબ સરસ રીતે મુદ્દાનું સમાપન કરે છે. વાર્તાકારને પણ ગમી જાય એવી માંડણી. - પંચમ
ReplyDelete