Tuesday, July 18, 2017

બેઘર V અથવા દોષી કોણ?

એ હાથમાં  ડબલું લઇને ઉભો છે
મેટ્રો સ્ટેશનની બહારને
એક પુંઠું પણ લટકાવ્યુ છે ગળે
hungry, lost job
ને એવી બે ચાર વાતો લખીને.
ખાસ કઈ કલેકશન નથી દેખાતું
એના ખાલી ડબલામાં.

એની બાજુમાં બીજો ટ્રમ્પેટ વગાડે છે,
નીચે ટોપી મૂકી છે,
ડોલર ની પાંચ સાત નોટો દેખાય છે.
પણ તોય એટલું કલેક્શન તો નહિ -
લોકો ઓફિસ જવાની ઉતાવળમાં
આવી વાતો માટે ખાસ થોભતાં નથી હોતા.

મારા બે વરસના દીકરાને સંગીતમાં બહુ રસ
આવું કઈ વાગતું હોય તોએની સામે બેસી જ જાય.
હું પણ બેસી જાઉં અને સાંભળવા દઉં એને -
આજે પણ બેઠા,
દર વખતની જેમ.

હજુ બેઠા જ હોઈશું કે
એક બહેન મારી પાસે આવ્યા અને પૂછ્યું
આ તમારો દીકરો છે?
મેં માથું ધુણાવ્યું (સંગીત માં ખલેલ ના પડે એટલે)
તો એમણે તરત પાંચની નોટ કાઢી
અને મને આપવા લાગી
અને કહ્યું તમારા બાળક માટે...

મેં નકાર સાથે પેલા બે તરફ આંગળી ચીંધી ને કહ્યું:
આ સામે ડબલુ લઇને ઉભો છેએ જેક છે
અને બાજુમાં ટ્ર્મપેટ વગાડે છે એ જ્હોન...
બેયના ઘરે મારા કરતા વધારે છોકરા છે,
બસ સાથે નથી આવ્યા એટલું જ!

***

Slumdog Millionaire માં
બાળકોને ભીખના ધંધામાં ધકેલાતા જોઈ
જો તમે પણ હાયકારા કર્યા હોય તો
તમારી જાતને ફક્ત એટલું જ પૂછજો:
તમારા મજબૂરીના માપદંડ પર
હાથમાં ખાલી ડબલા
કરતા મોંમાં ટ્ર્મપેટ ચડે
કે મોંમાં ટ્ર્મપેટ કરતા
કાખમાં છોકરું?




No comments:

Post a Comment