Tuesday, February 21, 2017

વિચારધારાઓ

લ્યો ગાંધીને ગોળી મારી દીધી
લ્યો ગોડસેને પણ ફાંસી આપી દીધી

સામસામે બેસીને ચર્ચા કરવી ગમે નહિ અને
સમસમીને બેસી રહેવું ભારે થઇ પડે
ત્યારે સામેવાળાની જીવાદોરી ખેંચી લેવાનો સરળ રસ્તો
પકડવાની માણસની જૂની આદત છે. 

***

ગોળી ને ગાળિયાથી માણસ મરે છે
વિચારાધારા નહિ - ક્યારે સમજીશું?





No comments:

Post a Comment