Saturday, December 26, 2015

Infobesity

લંડનમાં એક મિત્ર છે
એણે આજે રગડાપેટીસ બનાવ્યા હતા
વ્હોટસએપ પર હમણા જ જોયું!

રગડા પેટીસ માટે એક સરસ
રેસીપી મળી મને
કેલીફોર્નિયામાં બે ગુજરાતી બહેનો
ઘરઘરાઉ યુટયુબ ચેનલ ચલાવે છે ને 
એના પર હતી.

જો કે એક રેસીપી
ન્યુયોર્ક ટાઈમ્સની આઈપેડ એપ પર પણ છે
પણ એ ઠીક લાગી!

ન્યુયોર્ક પરથી યાદ આવ્યું
રગડા પેટીસ મુંબઈમાં ઉદ્ભવી છે કે કેમ
એ જોઈ જોઉં -
પાઉંભાજી તો મુંબઈની દેન છે જ
વિકિપેડિયા પર જોયું હતું ગઈકાલે,
મુંબઈના મિલ કામદારોની જ એ શોધ!

અરે, આ વાતની કોઈને ખબર નહિ હોય,
લાવ ફેઈસબુક પર પોસ્ટ કરી દઉં
પાઊભાજી ઘણાને ભાવે છે -
એમને વાંચવું ગમશે કે
આ તો મજુરોનો ખોરાક હતો છેક 1850થી
એના પર કાજુ છાંટવાનું તો
આ ઓનેસ્ટવાળા એ હમણા હમણા શરુ કર્યું!

અરે આમાંને આમાં જમવાનો ટાઈમ થઇ ગયો
રગડા પેટીસ તો મને ભાવતી નથી,
લાવ વ્હોટસએપ ગ્રુપ પર જોઈ લઉં બીજા બધા એ શું બનાવ્યું છે
કૈંક સરસ આઈડિયા મળે તો

મેં આખરે શું ખાવાનું નક્કી કર્યું
એ તમે મારા ફેઈસબુક પેજ પર જ જોઈ લેજો હવે.

***

છેલ્લી વાત,
તમે જો ખરેખર આ કવિતા વાંચી હોય
તો તમને પણ મારા જેવો જ રોગ લાગુ પડ્યો છે.

મજાની વાત એ છે કે,
મારે જો એનાથી છૂટવું હોત
તો મેં એને અહી પોસ્ટ ન કરી હોત
અને જો તમારે છૂટવું હોત
તો તમે એને લાઈક ના કરી હોત!

એક મિનીટ,
આપણે પછી વાત કરીએ હો,
એ રોગનું નામ શું છે એ હું ગુગલ કરી જોઉ પહેલા?

5 comments:

  1. Infobesity, is a nice word you have coined. Are you aware of how to do infodieting available on facebook?

    ReplyDelete
  2. બહુ સરસ. ઇન્ફોઓબેસિટી સારું નામ આપ્યું છે - રોજબરોજના જીવનની માહિતીની ખેંચ-તાણ (આપ-લે નહિ) બહુ સારી રીતે બહાર આવે છે.

    ReplyDelete