Saturday, April 16, 2016

મારા મહાનિબંધની પ્રસ્તાવના (અથવા એક વિકાસવિદની દ્વિધા)

આ ઝૂંપડપટ્ટીઓ કેમ ફૂટી નીકળે છે?
ઝાકઝમાળ શહેરોમાં
કેમ  ઉભરાય છે
આટલા બધા ઝૂંપડાં?
એની ચિંતામાં
રાતોના ઉજાગરા થયા હોત
તો તો મોંમાં પડેલા આ ચાંદાનો મને
કોઈ વાંધો નહોતો.

***

પ્રશ્ન એ હતો કે 
આ પ્રશ્નો પેચીદા તો છે ને?

ક્યાંક ચાલુ કારકીર્દીએ 
આ પ્રશ્નો ઉકેલાઈ તો નહિ જાય ને?
આના પર મહાનિબંધ લખીએ તો
વર્લ્ડબેંકના શહેરી ગરીબી ખાતામાં
નોકરી તો મળશે ને?
કે પછી દિલ્લીમાં શહેરી ગરીબી મંત્રાલય
ના સલાહકાર મંડળમા ક્યાંક જગ્યા...

આવી બધી ચિંતાએ 
કોરી ખાધેલી 
મારી જીભ નીચેના એ ચાંદા
નદીને કિનારે કિનારે
ફૂટી નીકળેલા આ ઝૂંપડાંઓ
કરતા મને વધુ પ્યારા છે!

No comments:

Post a Comment