Friday, January 9, 2015

ખાઈ

તમે કેવા આગળ વધી ગયા!

વ્યક્તિ સ્વાતંત્ર્ય, 
વિચાર સ્વાતંત્ર્ય,
ને એવું બધું

ને અમે રહી ગયા સબડતા!

ગરીબી,
નિરક્ષરતા,
ને એવું બધું

આપણી વચ્ચે
ખાઈ નાની હતી 
ત્યારે તો ઘણા કુદી ગયા 
પછી થોડી પહોળી થઇ
ત્યારે પૂલની નજીક હતા એ કુદી ગયા
હવે તો ખાઈ એટલી પહોળી ને ઊંડી થઇ ગઈ છે
કે મોટાભાગના પૂલ પણ તૂટી પડ્યા છે
ને કુદી ગયેલા તમે 
પાછું વળીને આ બાજુ જોયું પણ નહિ

તમે જયારે કલમ ઝબોળો છો
ત્યારે હું ચપ્પુની ધાર કાઢું છું

ફરક માત્ર એટલો જ છે

તમારી બાજુની રીત જુદી છે
અમારી બાજુની રીત જુદી છે

કારણ માત્ર એટલું જ કે 

ન તમે 
વધતી રહેલી ખાઈની ચિંતા કરી
ન અમે.

No comments:

Post a Comment