Monday, June 20, 2016

બેઘર IV

વર્લ્ડબેંકની ઓફીસ
સામેના બાંકડે બેઠા બેઠા
મારી નજર
બેંકના આલીશાન મકાન પરથી
બેનર ઉતારી રહેલા
બે કામદારો પર
ચોંટી હતી
તે વગર કારણે
તો નહિ જ!

જો આ લોકો એ બેનરનો
ગોટો વાળીને
મારા અક્ષયપાત્ર જેવી કચરાપેટીમાં ફેંકે
તો કામ થઇ જાય.

આટલી સારી કક્શાનું
પ્લાસ્ટિક કેટલું કામ આવે - 
વરસાદ પાણીમાં
કાર્ટમાં ખુલ્લો રહેતો
મારો સામાન
ને ક્યારેક
મારું અંગ ઢાંકવા!


***

બેનર પર
મોટા અક્શરે 

END POVERTY

લખ્યું છે પણ
એ તો મને
શું નડવાનું?
સિવાય કે એનો
કલર જાય!

1 comment: