Thursday, January 30, 2014

દેશસેવા કાજે...

નીકળી 
ગયા હો
સાત દરિયા ઓળંગી 
ક્યાં ના ક્યાંય
અને પડે
દેશ નો સાદ
ને તમે
પાછા વળો 
ને 
કરી છૂટો
એને આઝાદ
કરવા ને સઘળું
તમારી શક્તિ મુજબ.

પરદેશ ગમન ના 
અનુભવ માં થી
શીખ્યા હો 
એ બધું
ઠાલવી દો 
તમે દેશસેવાના 
કાજે
ને તમને
મળે સંગાથ
પણ એમનો 
જે કદી 
દેશ છોડી ગયા
નહોતા
***
દેશ
આઝાદ
થઇ જાય
ને તમે
સુખેથી
તમારી
રોજની
પ્રાર્થનામાં 
જતા હો
ને...
...
...
...
હે રામ!
(હું પાછો કેમ ગયો?)

No comments:

Post a Comment