Monday, April 30, 2012

ઉમાશંકરભાઈને


કૃષ્ણ, જરથ્રુષ્ટ, બુદ્ધ ને મહાવીર યાદ અપાવ્યા
મંદિર, મસ્જીદ ને વાવ સુધી પણ જઈ આવ્યા    
           ફોસલાવી ફોસલાવીને કહ્યું
           ઉરે ગૌરવ સ્થાપવાય ચહ્યું 
બબ્બે વાર પૂછ્યું, જવાબ આપીશને ગુજરાત?
ગાંધીને પગલે પગલે તું ચાલીશને ગુજરાત ?
                          ***
બધુંય યાદ છે અમને રજોરજ ઉમાશંકરભાઈ 
ગુજરાતનું ગૌરવ એમ  થોડું રગોમાંથી જાય?
           બધા પગલા શોધે છો ને 
           કેડી રહેવા દઈએ તો ને!
આવતી વેળા આશ્રમ  તું  બાળીશને ગુજરાત?
તારા જ પગલે પગલે તું ચાલીશને ગુજરાત ?

નોંધ : કવિ શ્રીઉમાશંકર જોશીની મૂળ  રચનાના સંદર્ભો વગર આં અનુકરણી (parody) કૃતિનો ઝાઝો અર્થ  કાઢી શકાય એવું નથી. ગુજરાત જો રાષ્ટ્ર હોત તો એનું રાષ્ટ્રગીત બની શકે એટલી ઉત્કૃષ્ઠ રચના "ગાંધીને પગલે પગલે તું ચાલીશને ગુજરાત?" ગુજરાતદિન  નિમિત્તે તાજી કરી લઈએ ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
-ઉમાશંકર જોશી
(સૌજન્ય: લયસ્તરો

No comments:

Post a Comment