ઓ વસુંધરા,
તારા જેવું હઠીલું,
કોઈ જોયું નથી!
આ શું એની એ ઘરેડ?
ઘૂમ્યા કરે સુરજ ફરતે,
વરસોવરસ એ જ મંથરગતિએ.
ને તારી ખુદની જ ધરી ફરતે,
એ જ ફેરફુદરડી રોજ ઉઠીને?
જડ જ છે ને સાવ!
***
આજે ૨૨ એપ્રિલ,
આમ તો દિવસો એ તારી જ દેણ,
પણ "અમે" તારા માટે ખાસ ફાળવેલો દિવસ.
આમ તો દિવસો એ તારી જ દેણ,
પણ "અમે" તારા માટે ખાસ ફાળવેલો દિવસ.
એકત્ર થઇશું ઠેકઠેકાણે,
ચર્ચાઓ, ભાષણો, જનજાગૃતિ,
ગીતો, ચિત્રો, બાળકોની સ્પર્ધાઓ,
પોસ્ટરો, સુત્રો,
રેલીઓ સાયકલ પર, વૃક્ષારોપણ,
સ્ટેટસ મેસેજો ને ગુગલ ડૂડલ પણ ખરું,
દર વરસની જેમ.
પણ તું એમ થોડી સુધરવાની?
અમે,
છુટા પડીશું ફરી એકવાર
આવતા વર્ષે આ જ દિવસે
ફરી મળવાનો દ્રઢ નિર્ણય કરીને,
(નવા જોશ સાથે).
***
પણ બાકી રહેલું વરસ,
તારી જ નિયમિતતાથી,
ચાલુ રાખીશું અમારી ઘટમાળ.
વળગી રહીશું અમારી જૂની ટેવોને,
તારી જેમ જ!
કદાચ
વધુ જોરથી કરીશું
વધુ જોરથી કરીશું
ખોતરણી
તારા અંગેઅંગ પર -
તારા અંગેઅંગ પર -
હવા,
પાણી,
જમીન,
તારો ગર્ભ સુદ્ધા.
તને સાંગોપાંગ બદલી નાખવાનો
ચાલુ રાખીશું અમે
Plan B!
Very appropriate on Earth Day.
ReplyDeletehttp://en.wikipedia.org/wiki/Earth_Day