ફાઈલ - 1
પંડિત,
દલિત,
મુસ્લિમ,
પીડિતોનો
કોઈ ધર્મ નથી હોતો -
ઝનૂનનો હોય છે.
ફાઈલ - 2
ઇતિહાસ -
લખવો જોઈએ.
ઇતિહાસ -
ભૂંસવો જોઈએ.
ઇતિહાસ -
રચી ન શકાય તો,
એને ફરીથી
લખવો જોઈએ!
ફાઈલ - 3
પરસ્પરના વૈમનસ્યની
કુહાડીને
પીડિતોની
કહાણીઓથી
મોટો હાથો
ક્યાં
મળવાનો?
ફાઈલ - 4
વેદના -
છે.
સંવેદના -
છે?
ફાઈલ - 5
પીડિતોની
વેદના તો
અપહ્યુત સીતા છે -
બોલો જય શ્રી રામ!
અને બોલાવો હલ્લો!!
અરે! આ તો સોનાની લંકા છે -
લૂંટો!
એમાં મેલો આગ,
ને શેકો આપણાં રોટલા!
અરે! આ રહ્યો રાવણ,
અરે! એનો ભાઈ,
અરે! એનો દીકરો -
મારો મારો,
આખી રાક્ષસજાતને મારો!
***
લઇ આવ્યા સીતાને
વાજતે-ગાજતે,
રામ સુખેથી ગાદીએ વિરાજ્યા
પ્રજાએ પણ
"રામરાજ્ય આવ્યું!"
"રામરાજ્ય આવ્યું!" ના પોકારો કર્યા
અને ટોડલે ટોડલે
દિવા કર્યા.
પીડિતા તો પીડિતા જ રહી
એ અલગ વાત છે!
બળતી લંકા પણ બળતી જ રહી
એ અલગ વાત છે!
ઉર્મિલાને પણ કોઈએ પીડિતા ન કહી
તો મંદોદરીને તો ના જ કહે ને -
પણ એ આખી અલગ વાત છે!
***
Note: this is written in the context of and reaction to Kashmir Files, the movie.
No comments:
Post a Comment