Trick or treat?
કરતા આવી પહોંચ્યુ
બાળકોનું ટોળું મારે ઉંબરે
હું કહેતી રહી
"અરે અરે
મારી રંગોળી વીંખાઈ જશે
હજી હમણા તો બનાવી છે"!
મારા બાળકો એ કહ્યું
માં જવાબ તો આપ!
ત્યારે સંભળાયું મને
સત્તર વાર ઉચ્ચારાયેલું
trick or treat!
હોળી ની ગોઠ
હોળી ની ગોઠ
બોલતા હોય એવું કેમ લાગે છે?
પછી ભાનમાં આવીને દરેકને
મેં ખોબા ભરી ભરીને
સુકા મેવાને
કાજુકતરી આપી!
એ બધા મોં વકાસીને
જોઈ રહ્યા
ને પછી
પાડોશીના
ઘરે દોડી ગયા
trick or treat
કરતા કરતા -
મારા બાળકોને લઇ ને!
કરતા આવી પહોંચ્યુ
બાળકોનું ટોળું મારે ઉંબરે
હું કહેતી રહી
"અરે અરે
મારી રંગોળી વીંખાઈ જશે
હજી હમણા તો બનાવી છે"!
મારા બાળકો એ કહ્યું
માં જવાબ તો આપ!
ત્યારે સંભળાયું મને
સત્તર વાર ઉચ્ચારાયેલું
trick or treat!
હોળી ની ગોઠ
હોળી ની ગોઠ
બોલતા હોય એવું કેમ લાગે છે?
પછી ભાનમાં આવીને દરેકને
મેં ખોબા ભરી ભરીને
સુકા મેવાને
કાજુકતરી આપી!
એ બધા મોં વકાસીને
જોઈ રહ્યા
ને પછી
પાડોશીના
ઘરે દોડી ગયા
trick or treat
કરતા કરતા -
મારા બાળકોને લઇ ને!
No comments:
Post a Comment