Friday, November 1, 2013

Fear of Unknown

આજે કાળીચૌદશ.
મેં તો વડા લીધા
ને જઈ પહોંચી
કજીયો કાઢવા
ચાર રસ્તે.

આમ તો
અમેરિકામાં
ચાર રસ્તા વચ્ચે
આમ ઉભું
ન રહેવાય
પણ  અમારા ઘર પાસે
રાત્રે કઈ ઝાઝો
ટ્રાફિક હોતો નથી
એટલે હું
તો કજીયો
કાઢવા લાગી.

દોર્યું
એક
કુંડાળું પાણીથી
ને વચ્ચે વડા
મુકીને ઉપર
મીઠું મરચું
ભભરાવ્યું.
 
ત્યાં એક મોટર
આવી ને
ચરરર
દઈને
બ્રેક
મારી
ઉભી રહી.
નિસ્તબ્ધ.
ડ્રાઈવર
પણ
ન હાલે
ન ચાલે.

***

બીજે દિવસે છાપામાં સમાચાર હતા:
"A lady dressed in Indian saari and a motorist in Halloween costumes were found mysteriously dead"

No comments:

Post a Comment