Sunday, November 24, 2013

ઋતુચક્ર

લીલા
પાંદડાની
કોરેથી
સહેજ
ડોકાતો
રતુંમડો
રંગ
રૂપાળો
તો બહુ
લાગે
ને
એમાંય
અઠવાડિયે
બે અઠવાડિયે
જયારે
એકોએક પાંદડું
ભડકી
ઉઠે
ત્યારે તો
આખું
ઝાડ
થડથી
ટોચ
સુધી
એવું
શોભે
એવું
શોભે!

***

પાંદડા
વગર
સુકું
ભઠ્ઠ
ઉભું
હોય
ને ત્યાં
અઠવાડિયે
બે અઠવાડિયે
ઝરમર
ઝરમર
બરફ
વરસે
ને
એકોએક
ડાળખીએ
વળગી
પડે
ત્યારે તો
આખું
ઝાડ
થડથી
ટોચ
સુધી
એવું
શોભે
એવું
શોભે!

***

આખા
શિયાળાના
ઝૂરાપા
પછી
એક એક
ડાળખીએ
સહેજ લીલાશ
વર્તાય
ને
અઠવાડિયે
બે અઠવાડિયે
જયારે
એકોએક
કુંપળ
ઝળકી
ઉઠે
ત્યારે તો
આખું
ઝાડ
થડથી
ટોચ
સુધી
એવું
શોભે
એવું
શોભે!

***

પાંદડા
ઝડપભેર
ઘેરા
થઇ
જાય
ને પછી
પાંદડા
વચ્ચે
ડોકાતી
કળીઓ
નમણી
તો બહુ
લાગે
ને
એમાંય
અઠવાડિયે
બે અઠવાડિયે
જયારે
એકોએક કળી
ખીલી
ઉઠે
ત્યારે તો
આખું
ઝાડ
થડથી
ટોચ
સુધી
એવું
શોભે
એવું
શોભે!

***

આખો
ઉનાળો
ઓઢેલી
ફુલની
ઓઢણી
જયારે
ખસવા
માંડે
ને
ડાળખીઓ
સહેજ
ગાભણી
હોય એવું લાગે
ને
એમાંય
અઠવાડિયે
બે અઠવાડિયે
જયારે
ડાળખીએ
ડાળખીએ
ફળો
લૂમઝૂમી
ઉઠે
ત્યારે તો
આખું
ઝાડ
થડથી
ટોચ
સુધી
એવું
શોભે
એવું
શોભે!

***

અઠવાડિયે
બે અઠવાડિયે
ફળો
વનપક
થાય
ન થાય
ત્યાં તો
પંખીઓના
ટોળેટોળા
ઉતરી
પડે
ને
જાણે
ઝાડનો
વરસ
આખા
નો
ઇન્તેજાર
પૂરો
થાય!
ને
એમાંય
જયારે
એકોએક
પંખી
ગીતો
પર
ગીતો
ગાય
ત્યારે તો
આખું
ઝાડ
થડથી
ટોચ
સુધી
એવું
રાજી
એવું
રાજી!

***

મારી
બારીએ
બેઠો બેઠો
અઠવાડિયા
બે અઠવાડિયા
ઋતુઓની
વિવિધતા
ને એના નાવીન્ય
વિષે વિચાર
કરું છું
ત્યાં
તો
વળી
પાછો
લીલા
પાંદડાની
કોરેથી
સહેજ
ડોકાતો
રતુંમડો
રંગ...

2 comments: