Sunday, September 8, 2013

Capitalism ના મૂળિયાં સુધી

હારબંધ
ગોઠવેલી
પર્ફ્યુમની
બોટલો
જાસ્મીન
રોઝ
લવન્ડર!
પસંદગી
અઘરી થઇ પડે
પણ થઇ તો જાય!

***

નાની બોટલમાં
ભરું કે મોટીમાં?
કોને બ્રાંડ એમ્બ્સેડર બનાવું?
કઈ રીટેઇલ ચેઈન દ્વારા વેચું?
પસંદગીઓ અઘરી થઇ પડે
પણ થઇ તો જાય!

***

ખેતી કરું
ગુલાબની
જાસ્મિનની
કે પછી
કશા બીજાની?
પસંદગી અઘરી થઇ પડે
પણ થઇ તો જાય!

***

હરોળબંધ
ઉગાડ્યા છે
અમને અહી ક્યારીઓમાં
સમય પાકશે એટલે
અમારી પાસે ત્રણ પસંદગીઓ હશે
અને સાવ સહેલી પણ હશે:
નીચોવાવું,
નીચોવાવું,
કે નીચોવાવું

No comments:

Post a Comment