Saturday, March 9, 2013

કળા

ત્રિપરિમાણમાં
ગોઠવાયેલું હો
ગુરુત્વાકર્ષણથી
જમીને જડાયેલું હો
કે ગુરુત્વાકર્ષણને પડકારતું
ઉંધે માથે લટકેલું હો

મેળ રંગોનો હો કે આકારોનો હો
લય સ્વરોનો હો કે શબ્દોનો હો
કે સાવ જ ન હો

સપ્રમાણ
સમતોલ
ઉચ્ચ કૌશલ્ય
માંગી લેતું
કે પછી કો હુન્નર
વગર એ બન્યું હો

સોંદર્યનુ
સત્ય પોકારતું હો કે
પોકારતું હો
બળવો
સમાજની કોઈ
બદી સામે

કળા નામે
તત્વ જન્મતાવેંત
રહસ્યમય રીતે
એના સર્જકને
ઉત્તેજિત ન કરી દે
કે
પહોંચતાવેંત
કોઈ ગુઢ કારણોસર
ભાવકના હ્યદયના
તાર ઝણઝણાવી
ન મુકે તો
સમયના
ખપ્પરમાં
એ જ ઘડીએ
એ ભલે હોમાઈ
જતું!

No comments:

Post a Comment