Thursday, May 19, 2011

...ક્યાં સુધી?


વચેટ 
મોટીને પૂછે છે:
"મા એ કરી'તી કેમ આત્મહત્યા?"
"પાકી તો ખબર નથી,
પણ એવું કઈ યાદ આવે છે,
આગલી સાંજે
દાદા-દાદી ને પપ્પા સાથે ઝઘડી'તી,
આપણને નાનડી
બહેન આપવા 
કે એવું કંઇક...
***
...ને વળી આવું કઈ લખતી ગઈ'તી:
"છેક સાસરે
ન આવવું પડત
ફકત આને માટે.
મારા જ પિયરમા
ને કદાચ મારી મા ના જ હાથે
હું મુઈ હોત.
કદી જનમવા ના પામેલી
તમારી બધી માસીઓ ની જેમ.
કમનસીબે
તમારો મામો અને હું
બાળકો જોડિયાં હતા."


નોંધ: જણાવતા આનંદ થાય છે કે કાવ્યશાલાનું પહેલું અને અત્યાર સુધીનું એકમાત્ર કાવ્ય લંડનથી નીકળતા અને વિપુલભાઈ કલ્યાણી સંપાદિત "ઓપિનિયન" ઈ -માસિકના  ઓગસ્ટ ૨૦૧૧ ના અંકમાં 'છપાયું' છે. 


1 comment: